અકળામણ ક્યારેક કણ-કણ ક્યારેક મણ-મણ ને મન કર્યા રાખે ગણ-ગણ, ક્યારેક મનની ઊભી કરેલી તો ક્યારેક તનથી આવી પડેલી, વાના સત્તર થતા એને ભગાડવા પણ એ ના ખસે તત્ક્ષણ, ને શરૂ થતી એને અવગણવાની ગોઠવણ, કશાક મનગમતામાં તો ક્યારેક કોઈ મનગમતું કહે એમાં, થોડું આમતેમ થોડું જેમતેમ થતી ઘણી પળોજણ, ને આખરે ધીમી થતી એ ગણ-ગણ જ્યારે અચાનક મળતું મન કરતું કોઈ ગુંજન. 🧡📙📙🧡 #મનનીવાતો #irritation #uneasiness #emotions #humannature #findingways #gujaratipoems #grishmapoems