કહે સૌ કે સાંજની રાહ પણ જોવાતી હોય સાંજે આવનારની રાહ સાંજ પડે ઘરને મળવાની રાહ કોઈકને હોય ચાની રાહ તો કોઈકને હોય ચાહની રાહ ને કહેતા સૌ કે સાંજની રાહ, છતાંય આ બધાથી બેખબર કે પછી બેઅસર સાંજ ડૂબતા સૂરજના રંગોનો કરતી ગુલાલ પાછા ફરતા પંખીઓ સાથે કરતી કલબલાટ માણતી વહેલા આવી જતાં તારાઓનો ઝગમગાટ શું ક્યારેય એને હશે કોઈની રાહ? 🧡🌇🌇🧡 #evening #sunset #wait #unwinding #musing #coloursoflife #gujaratipoems #grishmapoems