Nojoto: Largest Storytelling Platform

જાગ રે છોકરી તને અટારીએ દે કોઈ સાદ, જેની જુએ તુ ક્

જાગ રે છોકરી તને અટારીએ દે કોઈ સાદ,
જેની જુએ તુ ક્યારનીયે વાટ.
મા હજી સુરજદાદાની નથી આવી સવારી,
તે કોણ આવ્યું એટલું જલ્દી આ આજ?
તારા સૂરજદાદાને આવ્યાને થઈ ઘણી વાર,
પણ તારા ભાઈબંધને જોતાની સાથ,
સૂરજદાદા જરા પીગળી ગયા આજ.
આવ્યો છે તો રહેશે જ ને હવે, 
મારી નીંદર પૂરી કરી આવું હું જરા વાર.
થોડી ઘડીઓ નીંદર ને પકડી રાખવાની
નકામી કોશિશથી હાર્યા બાદ, હું
પહોંચી અટારીએ એને મળવા ને કાજ.
વર્તાય મને સુરજદાદાનો તાપ, પણ 
ના દેખાય એ મને આસપાસ.
પછી નજર મે કીધી આભની અટારીએ,
ત્યાંય ન દેખાય એની કોઇ નિશાની,
પણ ધરતી પર પકડાણી એના પગલાની છાપ.
નવાઈ ના લાગી આજે પણ મને, કારણ
ક્યારેય ન રોકાતો એ મારા કહેવાથી
કે ક્યારેય ના આવતો મારા બોલાવાથી.
છતાંય એના આવવાની રાહ મને આખું વરસ,
એ જાણતો જીદ્દી, મનમોજી ને નટખટ મેઘલીયો,
એટલે આવતાવેંત કરતો શરૂ એની રમત. 🌦️🌈🌈🌦️
#વરસાદ #moonsoon #rainpoem #rainmyfriend #લુચ્ચોવરસાદ‌ #yqbaba #yqmotabhai #grishmapoems
જાગ રે છોકરી તને અટારીએ દે કોઈ સાદ,
જેની જુએ તુ ક્યારનીયે વાટ.
મા હજી સુરજદાદાની નથી આવી સવારી,
તે કોણ આવ્યું એટલું જલ્દી આ આજ?
તારા સૂરજદાદાને આવ્યાને થઈ ઘણી વાર,
પણ તારા ભાઈબંધને જોતાની સાથ,
સૂરજદાદા જરા પીગળી ગયા આજ.
આવ્યો છે તો રહેશે જ ને હવે, 
મારી નીંદર પૂરી કરી આવું હું જરા વાર.
થોડી ઘડીઓ નીંદર ને પકડી રાખવાની
નકામી કોશિશથી હાર્યા બાદ, હું
પહોંચી અટારીએ એને મળવા ને કાજ.
વર્તાય મને સુરજદાદાનો તાપ, પણ 
ના દેખાય એ મને આસપાસ.
પછી નજર મે કીધી આભની અટારીએ,
ત્યાંય ન દેખાય એની કોઇ નિશાની,
પણ ધરતી પર પકડાણી એના પગલાની છાપ.
નવાઈ ના લાગી આજે પણ મને, કારણ
ક્યારેય ન રોકાતો એ મારા કહેવાથી
કે ક્યારેય ના આવતો મારા બોલાવાથી.
છતાંય એના આવવાની રાહ મને આખું વરસ,
એ જાણતો જીદ્દી, મનમોજી ને નટખટ મેઘલીયો,
એટલે આવતાવેંત કરતો શરૂ એની રમત. 🌦️🌈🌈🌦️
#વરસાદ #moonsoon #rainpoem #rainmyfriend #લુચ્ચોવરસાદ‌ #yqbaba #yqmotabhai #grishmapoems