Nojoto: Largest Storytelling Platform

જોડી શકાય તેમ નથી તોડી શકાય તેમ નથી છે લાગણી નો સં

જોડી શકાય તેમ નથી તોડી શકાય તેમ નથી
છે લાગણી નો સંબંધ, છોડી શકાય તેમ નથી

આ ટેવ, પણ ખૂબ ખરાબ વસ્તુ છે દુનિયાની
તેમના સાથ વગર, એકલા દોડી શકાય તેમ નથી

તો શું થયું ભરી મહેફિલમાં નથી ઓળખ્યો મને
નડેછે જૂની ઓળખાણ, તરછોડી શકાય તેમ નથી

હતી જે દશા અર્જુનની કુરુક્ષેત્રમાં તેવીજ છે દશા
પંપાળી શકાય તેમ નથી, મરોડી શકાય તેમ નથી

જયકિશન દાણી
૦૯-૧૧-૨૦૨૩

©Jaykishan Dani #InspireThroughWriting
જોડી શકાય તેમ નથી તોડી શકાય તેમ નથી
છે લાગણી નો સંબંધ, છોડી શકાય તેમ નથી

આ ટેવ, પણ ખૂબ ખરાબ વસ્તુ છે દુનિયાની
તેમના સાથ વગર, એકલા દોડી શકાય તેમ નથી

તો શું થયું ભરી મહેફિલમાં નથી ઓળખ્યો મને
નડેછે જૂની ઓળખાણ, તરછોડી શકાય તેમ નથી

હતી જે દશા અર્જુનની કુરુક્ષેત્રમાં તેવીજ છે દશા
પંપાળી શકાય તેમ નથી, મરોડી શકાય તેમ નથી

જયકિશન દાણી
૦૯-૧૧-૨૦૨૩

©Jaykishan Dani #InspireThroughWriting