Nojoto: Largest Storytelling Platform

આપણને જિંદગીની સાચી સમજ સારા લોકો કરતાં બદમાશ અને

આપણને જિંદગીની સાચી સમજ સારા લોકો કરતાં બદમાશ અને લુચ્ચા લોકો પાસેથી વધુ મળે છે. એ જ તો આપણને એવું શીખવાડતા હોય છે કે, કોનો ભરોસો કરવો અને કોનો ન કરવો? આપણે માટલું લઇએ તો પણ ટકોરા મારીને લઇએ છીએ કે, બોદું તો નથીને? માણસ સાથે સંબંધ બાંધવામાં પણ એટલી કાળજી રાખવી પડતી હોય છે કે, એ બોદો તો નથીને? ટકોરાબંધ માણસ સાથેની દોસ્તી ક્યારેય તકલાદી સાબિત થતી નથી. આપણો સાચો સાથી, સાચો પ્રેમી, સાચો દોસ્ત કે સાચો લાઇફ પાર્ટનર જ આપણને સાચા રસ્તે લઇ જાય છે અથવા તો ખોટા રસ્તે જતા રોકે છે.

©writer Devang Limbani
  #writer #devang_limbani_offical