" શા માટે? " એ છે ખુદાનો નિર્ણય, પણ તને ભય શા માટે? અડગ મને કર નિશ્ચય,આમ ગભરાય શા માટે? નેકી તું કરતો ચલ,જાતને એકલો માને શા માટે? મળવાની તનેય મંજીલ,થાકલો લાગે શા માટે? જરૂર કરશે એ રહેમત,હિંમત હારે શા માટે? બાકી છે અગન-પરીક્ષા, હાર સ્વીકારે શા માટે? દંભ ને પ્રપંચ વડે ,રમતો રમત શા માટે? બંદગી કરીલે બંદા, આવો પ્રમત શા માટે? દુઃખ જોઈ તું બીજાનું, કરતો ગમ્મત શા માટે? ભરે ના પેટ ભૂખ્યાનું, આટલો શ્રીમંત શા માટે? અંતે અહીં રહી જવાનું, કરે તું લોભ શા માટે? ધન દોલત બધું નકામું, આવો મોહ શા માટે? છોડી ગયો સિકંદર દુનિયા, ખાલી હાથે શા માટે? જીવ મોજી મસ્તકલંદર, આમ ગમગીન શા માટે? વિંધાયો હતો કાનુડો , પારધી થી શા માટે? કર્મ નું ચકરડું ફરતું, ઉપાધિ તારે શા માટે? #nojotogujarati