હું ને મારી કવિતા કવિતા ક્યારેક મારા અંતરનો અજવાસ, ક્યારેક મારી કલમની શાહીથી કરેલો ઉજાસ. કવિતા ક્યારેક મારા મનનું દર્પણ, તો ક્યારેક મનદર્પણમાં મને શોધતી હું. કવિતા ક્યારેક મારા શબ્દોની ગોઠવણી, તો ક્યારેક લાગણીઓની ગૂંથણી. કઈ કેટલીયે વાતો મેં કવિતાને કહી, કઈ કેટલીયે વાતો કવિતાએ મને સમજાવી. કેવો અનોખો આ સંબંધ, મને જડ્યો મારા જ શબ્દોમાં. કદાચ ક્યારેય ખોવાઈ જાઉં તો, એકવાર જરૂર શોધજો મને મારી કવિતાઓમાં. 🧡🧡 #મારીકવિતા #mypoemsandme #lifelongfriendship #yqmotabhai #yqbaba #grishmapoems #napowrimo #napowrimo2020bygrishma