Nojoto: Largest Storytelling Platform

મારી શકે ન મૃત્યુ, છત્તર બની ગયાં છે, વિવેકમ

મારી  શકે  ન  મૃત્યુ,  છત્તર  બની  ગયાં છે,
વિવેકમાં  રહી,  જે  ઈશ્વર  બની  ગયાં  છે. 

સંબંધ પણ  ન  રાખો, દિલની કરો ન વાતો, 
પાષાણથી  વધું  જે,  પથ્થર  બની ગયાં છે.

મ્હેંકી  ઉઠી  છે  સંતો, એની સુવાસ ચોમેર,
કચડાઈને  જ  જાતે,  અત્તર બની ગયાં છે.

એવાં જ  મોજ માણે, શીખર  ઉપર ચડીને,
ગાળી જ જે હિમાળો, શંકર બની ગયાં છે.

કેવી મળી અજાયબ, વાણી પરાની 'ચાતક', 
શબ્દો  બધાં  અમારા,  મંતર બની ગયાં છે.

ગફુલ રબારી "ચાતક"

©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna
મારી  શકે  ન  મૃત્યુ,  છત્તર  બની  ગયાં છે,
વિવેકમાં  રહી,  જે  ઈશ્વર  બની  ગયાં  છે. 

સંબંધ પણ  ન  રાખો, દિલની કરો ન વાતો, 
પાષાણથી  વધું  જે,  પથ્થર  બની ગયાં છે.

મ્હેંકી  ઉઠી  છે  સંતો, એની સુવાસ ચોમેર,
કચડાઈને  જ  જાતે,  અત્તર બની ગયાં છે.

એવાં જ  મોજ માણે, શીખર  ઉપર ચડીને,
ગાળી જ જે હિમાળો, શંકર બની ગયાં છે.

કેવી મળી અજાયબ, વાણી પરાની 'ચાતક', 
શબ્દો  બધાં  અમારા,  મંતર બની ગયાં છે.

ગફુલ રબારી "ચાતક"

©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna