Nojoto: Largest Storytelling Platform

આજે શીતળા સાતમનું વ્રત રાજ્યભરના અનેક વિસ્તારોમાં

 આજે શીતળા સાતમનું વ્રત રાજ્યભરના અનેક વિસ્તારોમાં ઊજવવામાં આવશે.  માતા શીતળાની પૂજા અર્ચના કરી આજે રાંધણ છઠ્ઠના દિવસે તૈયાર કરેલી ઠંડી રસોઈ જમી અને વ્રત કરવાનું હોય છે. છઠ્ઠના દિવસે રસોઈ કરી ચુલાની પૂજા કરી હોવાથી આજના દિવસે કોઈપણ ગરમ વસ્તુ બનતી નથી.

સાતમના દિવસે સવારે સ્ત્રીઓ ઠંડા દૂધ, જળ, ચંદન, ચોખા, કંકુ વગેરે દ્રવ્યોથી  શીતળા માતાની પૂજા કરે છે. માન્યતા છે કે આ વ્રત કરવાથી સંતાનપ્રાપ્તિ થાય છે. તેમજ બાળક જો વારંવાર માંદુ પડતું હોય તો તેને પણ માતાજી રોગમુક્ત કરે છે. તો ચાલો જાણી લો શીતળા સાતમની કથા વિશે.

સાતમની કથા
એક ગામમાં એક પરિવાર રહેતો હતો. શ્રાવણ માસની છઠ્ઠના દિવસે પરિવારની વહુઓએ રસોઈ બનાવી. પરંતુ દેરાણી અને જેઠાણી ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ હતી. રાત્રિનો સમય થયો અને મા શીતળા ફરવા નીકળ્યા, તેઓ દેરાણીના ઘેર આવી ચૂલામાં આળોટવા જતાં આખા શરીરે દાઝી ગયાં. તેથી શીતળા માતાએ તેને શ્રાપ આપ્યો કે “જેવી મને બાળી, એવું જ તારું પેટ બળજો.” આ વાત જાણી દેરાણી કલ્પાંત કરવા લાગી. કોઈ એ કહ્યું કે નક્કી આ શીતળા માતાનો કોપ છે. આ સાંભળી તે ટોપલામાં દાઝેલા બાળકને લઈ ભટકવા લાગી. વનમાં એક બોરડી નીચે તેને વૃદ્ધ ડોશી દેખાયા, ડોશીએ તેને બોલાવી. ડોશીના કહેવા પ્રમાણે તેણે તેના માથાને સાફ કર્યું. આ રીતે ડોશીની સેવા કરવાથી ડોશીએ કહ્યું ” જેવી મને ઠંડક આપી તેવી તને ઠંડક મળજો.”  એમ કહી તેના દીકરાને સ્પર્શ કર્યો તો તે સજીવન થયો. શીતળા માતાએ દર્શન આપી તેને ઘરે મોકલી. આ રીતે શીતળા માતા તેને પ્રસન્ન થયા. તેને ઘરે ધન-ધાન્યની વૃદ્ધિ થઈ અને સ્વસ્થ સંતાનની પ્રાપ્તિ થઈ.

vasubapu6222

Vasu Bapu

New Creator