એક તરસ્યો શબ્દ હું બનું એક વહેતી ગઝલ તું બને એક ખાલી કલમ હું બનુું એક રંગબેરંગી શાહી તું બને. એક અધૂરો શબ્દ હું બનું એક પૂર્ણ કવિતા તું બને. એક આથમતી સાંજ હું બનું એક ઉગતો દિવસ તું બને. એક મનગમતી વાત હું કરું ને એનો વિષય તું બને. એક શાંત નદી હું બનું એક ઘૂઘવતો દરિયો તું બને. એક અકારણ સ્મિત હું બનું ને એનું એક કારણ તું બને. એક તરસ્યો શબ્દ હું બનું એક વહેતી ગઝલ તું બને. #ગઝલ #કવિતા #yqbaba #yqmotabhai #yqpoetry #SAGRIKA #And_I #M_O_N_I❤️