યોગ દિવસ શીર્ષક :- વિશ્વ યોગ દિન આજે વિશ્વ યોગ દિનની ઉજવણી નિમિત્તે શાળામાં પચાસ વર્ષની ઉંમરે ફર્સ્ટ ક્લાસ સાથે ડીપ્લોમાં યોગ સિદ્ધિની ડીગ્રી પ્રાપ્ત કરનાર સુમનબેનનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. તાળીઓનાં ગડગડાટ વચ્ચે વિરલનું મન ચકરાવે ચડ્યું, મમ્મી તો દાદીને સવારે કહેતી હતી કે આ ઉંમરે યોગ કરીને શું કરશો!!! ~ વર્ષા ઠક્કર 'વૃષ્ટિ' 🌹 ©Varsha Thakkar #YogaDay2019