*બનાવટી વાતો* ૨૩-૧-૨૦૨૨ આમ બનાવટી વાતોનો પ્રચાર કરે છે, વાહ વાહ કરવા સૌને દબાણ કરે છે. એવી મોટી લાલિયાવાડી ચલાવે છે, ગપ્પાના મારો કરીને પોલંપોલ કરે છે. ડિંગો જ હાંકીને કક્કો ખરો કરાવે છે, મારો જ કાયદો ને મારો જ ચુકાદો છે. ભાવના આવી બનાવટો નું શું કામ છે, સત્યની પ્રાપ્તિ થકી જ શાંતિ મળે છે. બનાવટી વાતો થી બે ઘડી ફાયદો છે, સચ્ચાઇ થકી અંતે વિજય થાય જ છે. *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ...* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt બનાવટી વાતો... કવિતા... #Nojoto2liner #Dark