આકાંક્ષાનો પહેલો દિવસ સ્કૂલનો બહુ યાદગાર રહેતો દર વર્ષે! કેમકે એને બહુ બીક લાગતી કે કેવા દોસ્તો મળશે,શું થશે !? એની મમ્મીને બરાબર ખબર એટલે જ એ કાંઈ બોલ્યા વગર, શિખામણ આપ્યા વગર પહેલા દિવસે સાથે જ જતા બેઉં, ચાલતા ચાલતા આડી નજરે માં આકાંક્ષાના હાવભાવ જોતી ,! અને જેવી મીઠાઇની દુકાન આવે એટલે ઉભી રહી જાય. "આકાંક્ષા ! હલવો લઈ લે તો જરા આ દુકાનથી!" આકાંક્ષા હસી પડે અને બધું ટેંશન છુમંતર! અને માં એને માથે હાથ મૂકીને વ્હાલ કરી લે. લગ્નનાં વીસ વર્ષોમાં ઘણીવાર આ હલવો ખાધો પણ એ સ્વાદ આકાંક્ષાને હજુ કયારેય લાગ્યો નથી.. #ગુજરાતી #હુંઅનેમારીવાતો #yqgujarati #yqmotabhai #ગુજરાતીકવોટ #yqbaba #મારીડાયરી