Nojoto: Largest Storytelling Platform

સાધના એ રોજ કરવાની ક્રિયા છે. આપણે એક વ



         સાધના એ રોજ કરવાની ક્રિયા છે. આપણે એક વાર ઊંડો શ્વાસ લઇ લઇએ એ પછી શ્વાસ લેવાનું બંધ કરી દઇએ તો ચાલશે? આપણે એક વાર પચાસ કિલોમીટર ચાલી લીધા પછી બે મહિના ઘરમાં બેસી રહીએ તો એને કસરત કરી કહેવાય? એક દિવસ પેટ ફાટે એટલું જમી લઇએ અને પછી આખી જિંદગી ભૂખ્યા રહીએ તો આપણું જીવન ટકી શકશે?
        સાધનાનું પણ એવું જ છે. ભલે એ દસ કે વીસ મિનિટ્સ સુધી કરો, પરંતુ પ્રતિદિન નિયમિતરૂપે કરો. સાધના ન કરવા માટેનાં એક હજાર કારણો મળી આવશે, પણ સાધના કરવા માટેનું એક જ કારણ છે: 'મારે સાધના કરવી છે.'

- ૐ નમઃ શિવાય.

©KhaultiSyahi
  #worldmusicday #gujarati #gujaratiquotes #khaultisyahi #RadhaKrishna #Love ❤ #Life_experience #copyrightreserved #krsna #praytoparmatma