મારી શરતો તારે ક્યારેય ના માનવી, ને મનેય તારી શરતો અણગમતી ને અઘરી લાગતી. ચાલ ત્યારે, કોઈ શરત ન હોય એવી બસ એક શરત કરીએ. પણ આ શરત પાસેની પેલી ફૂદડી કહે, "આ શરત કોઈથીએ પૂરી ના થતી". હમમ, તો પછી શરતોને રહેવા દઈએ, "બસ બધી શરતો પૂરી કરવી જરૂરી નથી", એવી એક નાનકડી શરત ઉમેરી જોઈએ, રે જિંદગી. ને એય ના થયું તો ફરી નવી શરતો કરશું, ચાલ એ શરતેય હવે આગળ વધીએ રે જિંદગી. 🧡🖤🖤🧡 ** #શરત #conditions #termsandconditions #movingahead #convinceyourself #life ##gujaratipoems #grishmapoems