Nojoto: Largest Storytelling Platform

White મારા સ્નેહ કેરા ઉપવનને મહેકાવવા મારી પ્રિયા

White મારા સ્નેહ કેરા ઉપવનને મહેકાવવા મારી પ્રિયા થઈને આવજે
ભલે મોડી આવે પણ આવે તો જીવનભરનો સાથ લઈને આવજે 

તું આવીઆશ ને તો નહીં અટકે આપણા જીવનની સફર 
શરૂઆત લઈને આવજે ને ખીલવજે મારા જીવનનું નગર 

આવજે થોડો નખરાળો ગુસ્સો ને  દરિયા સમો પ્રેમ લઈને
રિસાઈ જવાની ને મનાવવાની મોજની લહેર લઈને આવજે

ઓછું વધારે ચલાવી લઈશું તે સમજણને ઓથ આપજે 
તારી સંગ સુખ દુઃખ તો જોયું જશે પણ સમય લઈને આવજે

આંશુના દરિયા પાર સુખની ક્ષિતિજોને તારી વેણીમાં ગુંથીશ
બીજું તો ચાલશે બધું પણ  તું "માધવ" ની જ થઈને આવજે

©Mayur Vaishnav
  #sad_shayari #love#pyar#mahobbat#yaden#safar#you#mahobbat#manzil#feelings