Nojoto: Largest Storytelling Platform

સુરત શહેરમાં તક્ષશીલા નામે આવેલ બીલ્ડીંગમાં આગ લાગ

સુરત શહેરમાં તક્ષશીલા નામે આવેલ બીલ્ડીંગમાં આગ લાગ્યે આજે એક મહિના જેવો સમય થઇ ગયો..આ બિલ્ડીંગમાં એક શોર્ટ સર્કીટના કારણે ભયંકર આગ લાગી હતી..તેના બિલ્ડીગમાં આગ લાગવાથી ટ્યુશન ક્લાસમાં બેઠેલા ઘણા બાળકોમાંથી આશરે બાવીસ જેટલા બાળકો બિલ્ડીંગની બારીમાંથી કુદીને નીચે પડવાથી મરણ પામ્યા હતા..તો ઘણા બળીને ઉપર જ ભરથું થઇ ગયા હતા...
આજ એક મહિના જેટલો સમય વિતી ગયો છે ઘણા તેને યાદ કરતા હશે તો ઘણા તેને વહી જતા સમયની સાથે ભુલી પણ ગયા હશે...
સમય યાદ પણ અપાવે છે ને સમય ભુલાડી પણ શકેછે..
જે યાદ કરેછે તે છે તેમના સગા માતાપિતા કે તેમના નાના મોટા ભાઇ બહેન..
કેમ કરીને પોતાના તે સંતાનોને ભૂલાય! કે જેઓ મજબુરીથી કુદી કુદીને બચવાની આશા સાથે નીચે કુદી પડયા હતા..પણ તેમને એવી કયાં ખબર હતી કે ઉપર પણ મોત જ હતું ને નીચે પણ મોત જ હતું..બચવું એટલું સહેલું પણ ના હતું...
આજ સવારે મરણ પામેલ સૈ બાળકોના માતાપિતા આ જગ્યાએ આવીને તેમના ફોટા સામે દિવો અગરબતી ને ફુલમાળા ચઢાવીને રડતા ચહેરે તેમના સંતાનોને શ્રધ્ધાંજલી આપી હતી...
તેમને યાદ કર્યો એ ગોઝારો ને કાળમુખી દિવસ કે જે તેમના સંતાનોને ભરખી ગયો હતો..હાથમાંથી છીનવાઇ ગયા હતા તેમના પ્રેમાળ બાળકો..
કેવા કાલા કાલા વચનો આપીને તે દિવસે ઘરેથી ગયા હતા..

સુરત શહેરમાં તક્ષશીલા નામે આવેલ બીલ્ડીંગમાં આગ લાગ્યે આજે એક મહિના જેવો સમય થઇ ગયો..આ બિલ્ડીંગમાં એક શોર્ટ સર્કીટના કારણે ભયંકર આગ લાગી હતી..તેના બિલ્ડીગમાં આગ લાગવાથી ટ્યુશન ક્લાસમાં બેઠેલા ઘણા બાળકોમાંથી આશરે બાવીસ જેટલા બાળકો બિલ્ડીંગની બારીમાંથી કુદીને નીચે પડવાથી મરણ પામ્યા હતા..તો ઘણા બળીને ઉપર જ ભરથું થઇ ગયા હતા... આજ એક મહિના જેટલો સમય વિતી ગયો છે ઘણા તેને યાદ કરતા હશે તો ઘણા તેને વહી જતા સમયની સાથે ભુલી પણ ગયા હશે... સમય યાદ પણ અપાવે છે ને સમય ભુલાડી પણ શકેછે.. જે યાદ કરેછે તે છે તેમના સગા માતાપિતા કે તેમના નાના મોટા ભાઇ બહેન.. કેમ કરીને પોતાના તે સંતાનોને ભૂલાય! કે જેઓ મજબુરીથી કુદી કુદીને બચવાની આશા સાથે નીચે કુદી પડયા હતા..પણ તેમને એવી કયાં ખબર હતી કે ઉપર પણ મોત જ હતું ને નીચે પણ મોત જ હતું..બચવું એટલું સહેલું પણ ના હતું... આજ સવારે મરણ પામેલ સૈ બાળકોના માતાપિતા આ જગ્યાએ આવીને તેમના ફોટા સામે દિવો અગરબતી ને ફુલમાળા ચઢાવીને રડતા ચહેરે તેમના સંતાનોને શ્રધ્ધાંજલી આપી હતી... તેમને યાદ કર્યો એ ગોઝારો ને કાળમુખી દિવસ કે જે તેમના સંતાનોને ભરખી ગયો હતો..હાથમાંથી છીનવાઇ ગયા હતા તેમના પ્રેમાળ બાળકો.. કેવા કાલા કાલા વચનો આપીને તે દિવસે ઘરેથી ગયા હતા..

Views