સમય, તે જેટલું શીખવાડ્યું એટલું તો કોઈ નહીં શીખવી શકે. માણસોનાં સાચા ચહેરા ,ફિતરત દેખાડી દીધી, ઘણી વાર નહોતું જોવું ,અજાણ્યા જ રહેવું હતું એ સત્ય પણ તે દેખાડ્યું, દુઃખ થયું હતું ,પણ ઘણું શીખવા સમજવા મળ્યું, સમય તારા થી સાચો કોઈ સાથી નથી કેમ કે તારા જેટલું સત્ય ક્યાંય નથી, પણ તારી એક જ વાત કયારેક નથી ગમતી કે તું કોઈના માટે રોકાતો નથી..ઘણી એવી ક્ષણો હોય છે જે પાછી નથી આવવાની એને કયારેક રોકી લેવાનું મન થાય. પણ તારી જગ્યાએ તું સાચો છે,અણગમતી ક્ષણો, પણ એટલી જ જલ્દી તું પુરી કરી દે છે. સમય તું જયારે મારો હોય ત્યારે બધા મારા, ને તું જ્યારે મારો નથી હોતો ત્યારે કોણ પોતાનું ને કોણ પારકું એ બતાવી દે છે . આપ સૌનું સ્વાગત છે પત્રલેખન મહિનાના દિવસ નં.૨૧ માં.#yolewrimo ઘણા બધા લોકોએ પત્રો લખ્યા છે આમ જ પત્રો લખતા રહો. આજે સમયને પત્ર લખો અને #deartime_gujarati વાપરો. #letters #yqmotabhai #yqgujarati #gujaratiletters #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai