Nojoto: Largest Storytelling Platform

જે અમે પકડી હતી એ વાતને વળગી રહ્યા, આમ તો જૂઠ્ઠી હ

જે અમે પકડી હતી એ વાતને વળગી રહ્યા,
આમ તો જૂઠ્ઠી હતી પણ જાતને વળગી રહ્યા.

એમને તો જો કે અમને લાખના કરવા હતા,
આ અમે બસ કોડીની ઓકાતને વળગી રહ્યા.

બોલવાનો અર્થ કંઈ નહોતો છતાં બોલ્યા કર્યું,
વાતવાતે વ્યર્થ ચંચુપાતને વળગી રહ્યા.

પાંદડાની જેમ તેથી દૂર ફેંકાયા   છીએ,
ઝાડવું છોડીને ઝંઝાવાતને વળગી રહ્યા.

વસ્ત્રમાથી ચીંથરું જો થઈ ગયા તો શું થયું!
એક વેળા જે પડી એ ભાતને વળગી રહ્યા. #vat
જે અમે પકડી હતી એ વાતને વળગી રહ્યા,
આમ તો જૂઠ્ઠી હતી પણ જાતને વળગી રહ્યા.

એમને તો જો કે અમને લાખના કરવા હતા,
આ અમે બસ કોડીની ઓકાતને વળગી રહ્યા.

બોલવાનો અર્થ કંઈ નહોતો છતાં બોલ્યા કર્યું,
વાતવાતે વ્યર્થ ચંચુપાતને વળગી રહ્યા.

પાંદડાની જેમ તેથી દૂર ફેંકાયા   છીએ,
ઝાડવું છોડીને ઝંઝાવાતને વળગી રહ્યા.

વસ્ત્રમાથી ચીંથરું જો થઈ ગયા તો શું થયું!
એક વેળા જે પડી એ ભાતને વળગી રહ્યા. #vat