અનોખો પ્રેમ... (વાર્તા) Read in caption માનસી! " અપાર દર્દમાં પણ માનસી એ અવાજ સાંભળીને ખુશ થઈ ગઈ.."સમીર..સમીર તું આવી ગયો ,તું સાચે આવી ગયો તું..?" "માનસી , તું યાદ કરે ને હું ના આવું એમ બને?" સમીર ની સામે જોઈ ને માનસી ને લાગ્યું એની આંખોમાં ઉદાસી..હતી પણ એનું દર્દ એટલું હતું કે આગળ કાઈ બોલ્યા પહેલા એ બેભાન થઈ ગઈ.. આંખો ખુલી ત્યારે માનસી હોસ્પિટલમાં હતી અને એક સરસ મજાનું બાળક બાજુમાં સૂતું હતું.. હા એને પ્રસુતિ નું દરદ ચાલુ હતું ને સમીર આવી ગયો હતો, સમીર સાથે જ એના પ્રેમ લગ્ન માતા પિતા એ જ કરાવી આપેલા.. એકદમ અવાજ આવતા એ ચમકી ,જોયું તો નર્સ હતી " સિસ્ટર, હું કેવી રીતે અહીં આવી? ,સમીર ક્યાં છે,? મારુ બાળક મને હાથ માં આપો ને..સમીર એ જોયું એને!? ". નર્સ બોલી " એક એક કરી ને તો પૂછ બેટા , તને એક ભાઈ આવી ને અહીં એડમિટ કરી ગયા કાઈ પૂછીએ એના પેલા પૈસા અને એક ફોન નંબર મૂકી ગયા છે..એ ના આવ્યા હોત તો તું બચી ના હોત, બહુ અજીબ હતા એ..બસ માનસી ને કાંઈ ના થવું જોઈએ એટલું જ બોલી ને જતા રહ્યા." માનસી વિચારમાં પડી ગઈ કે આવું કેમ કરે સમીર...