આવનારા એ વર્ષમાં... આવી ઉભુ છે એ દ્વારે, હવે તો કહો શું શું બદલાવ કરશો ? આવનારા એ વર્ષમાં. કયાં સુધી ફેરવતા રહીશું એ કેલન્ડરના પાનાઓને, જાતને બદલવાનું કામ કરીએ, આવનારા એ વર્ષમાં. બધું જ મળવું એ અસંભવ છે અહી, જે મળે એમાં જ હવે રાજી રહીએ, આવનારા એ વર્ષમાં. રહે નહી એક પણ તિરાડ સબંધોમાં, એનીય જરા કાળજી લઈએ, આવનારા એ વર્ષમાં. પળ એક પણ ન જાય માણ્યા વગરની, એવી ધમાલ મસ્તીઓ કરીએ, આવનારા એ વર્ષમાં. ~ ગાહા વસીમ આઈ. ©vasim Gaha #diwali2020 #New #HAPPY_NEW_YEAR_2020