Nojoto: Largest Storytelling Platform

સુતરની પૂણી કાંતતી, તમારા રાહે ચાલી, રેંટિયાના વળે

સુતરની પૂણી કાંતતી, તમારા રાહે ચાલી,
રેંટિયાના વળે વણાતી ,તમારા રાહે ચાલી.

સત્ય અહીંસાના પાઠ, ભણાવ્યા બહુ તમોએ,
ગાંધીવાદના વાદે લખતી , તમારી રાહે ચાલી. 

કોચરબના આશ્રમેથી, દાંડી સુધીની કૂચ, 
સત્યાગ્રહને મમળાવતી, તમારી રાહે ચાલી.

બોધપાઠ એ આપ્યો હતો, જાણું પાઠ બરાબર,
એક લાફે ગાલ બીજો ધરતી, તમારી રાહે ચાલી.

સત્યના પ્રયોગોને, આંખો મારી વાંચતી, 
તમે બતાવેલ રસ્તે 'બિંદુ', તમારી રાહે ચાલી...!

©Bindu Dalwadi #happygandhijayanti 

#GandhiJayanti2020 
#Bindu
સુતરની પૂણી કાંતતી, તમારા રાહે ચાલી,
રેંટિયાના વળે વણાતી ,તમારા રાહે ચાલી.

સત્ય અહીંસાના પાઠ, ભણાવ્યા બહુ તમોએ,
ગાંધીવાદના વાદે લખતી , તમારી રાહે ચાલી. 

કોચરબના આશ્રમેથી, દાંડી સુધીની કૂચ, 
સત્યાગ્રહને મમળાવતી, તમારી રાહે ચાલી.

બોધપાઠ એ આપ્યો હતો, જાણું પાઠ બરાબર,
એક લાફે ગાલ બીજો ધરતી, તમારી રાહે ચાલી.

સત્યના પ્રયોગોને, આંખો મારી વાંચતી, 
તમે બતાવેલ રસ્તે 'બિંદુ', તમારી રાહે ચાલી...!

©Bindu Dalwadi #happygandhijayanti 

#GandhiJayanti2020 
#Bindu