Nojoto: Largest Storytelling Platform

White ગુરુપૂર્ણિમા દ્વાર અંતરના ખોલે, સંશય નાખે ધ

White ગુરુપૂર્ણિમા

દ્વાર અંતરના ખોલે, સંશય નાખે ધોઇ;
જ્ઞાનમાં આનંદ વણે,સાચા ગુરુ તે હોઇ.

જ્ઞાન જ નહિ જ્ઞેય આપે, આપે આંતરસૂઝ;
પાવન તેમને જાણી, ચરણો તેના પૂજ.

સ્મૃતિ નહિ મતી ને ઘડે, વિસ્તારે પ્રજ્ઞાન;
ગુરુ એવા જેને મળે, તેના થશે વખાણ.

ગુરુ મળે તો ગર્વ કરો, આપો સ્નેહ સન્માન;
ભેદ મિટાવે એ બધા, કાપે ગહન અજ્ઞાન.

પ્રારબ્ધ પલટાવી શકે, જીવનભર દે સાથ;
માયા થી મુક્ત કરે, ગુરુ જબ ઝાલે હાથ.

©प्रकाश " प्रिये" #guru_purnima  શાયરી સાથે શુભકામના ગુડ મોર્નિંગ શાયરી સંબંધ શાયરી Hinduism બેસ્ટ ગુજરાતી શાયરી
#ગુરુ 
#દુહા 
#કાવ્ય 
#સાહિત્ય 
#guru 
#doha
White ગુરુપૂર્ણિમા

દ્વાર અંતરના ખોલે, સંશય નાખે ધોઇ;
જ્ઞાનમાં આનંદ વણે,સાચા ગુરુ તે હોઇ.

જ્ઞાન જ નહિ જ્ઞેય આપે, આપે આંતરસૂઝ;
પાવન તેમને જાણી, ચરણો તેના પૂજ.

સ્મૃતિ નહિ મતી ને ઘડે, વિસ્તારે પ્રજ્ઞાન;
ગુરુ એવા જેને મળે, તેના થશે વખાણ.

ગુરુ મળે તો ગર્વ કરો, આપો સ્નેહ સન્માન;
ભેદ મિટાવે એ બધા, કાપે ગહન અજ્ઞાન.

પ્રારબ્ધ પલટાવી શકે, જીવનભર દે સાથ;
માયા થી મુક્ત કરે, ગુરુ જબ ઝાલે હાથ.

©प्रकाश " प्रिये" #guru_purnima  શાયરી સાથે શુભકામના ગુડ મોર્નિંગ શાયરી સંબંધ શાયરી Hinduism બેસ્ટ ગુજરાતી શાયરી
#ગુરુ 
#દુહા 
#કાવ્ય 
#સાહિત્ય 
#guru 
#doha