Nojoto: Largest Storytelling Platform

અમને ગમે છે...!💔 ખુલ્લા આકાશ નીચે એકલા બેસી રડવુ

અમને ગમે છે...!💔

ખુલ્લા આકાશ નીચે એકલા બેસી રડવું ગમે છે
બહારથી ખુશ રહી અંદરથી રડતાં રહેવું ગમે છે

તમારા સાથેનાં પળો ને યાદ કરી ખુશ થવું ગમે છે
પછી બધું ભૂલી જવાની વેદના અનુભવવી ગમે છે 

તમારો પ્રેમ ને અતિતનો રાગ સાંભળવો ગમે છે
બસ પછી તો સતત એકાંત જ અમને ગમે છે

સાચાં કે ખોટા કરેલાં વાયદાઓ અમને ગમે છે
પછી એકધારું ચિત્કાર કરતા રહેવું ગમે છે

મિલનની દરેક ક્ષણ વાગોળવી બહુ જ ગમે છે
પછી એ દર્દમાં કણસતાં જ રહેવું ગમે છે

તમારો છુપા રહસ્યો વાળો પ્રેમ અમને ગમે છે
ત્યારબાદ રહસ્યોમાં જ ગૂંચવાયેલા રહેવું ગમે છે

આ ' બરસાત ' ના બુંદ જેવો તમારો પ્રેમ ગમે છે
શોધી સાથ બીજાનો છોડી દીધા પછી એકલાં વહેવું ગમે છે

મેહુલ ગોસ્વામી "બરસાત" my poetry.... gujarati poetry.....અમને ગમે છે....#ગુજરાતી 
#ગુજ્જુ
 #poetry
 #barsat 
#manhswa
#feeling
#heartbeat 
#myrag