Nojoto: Largest Storytelling Platform

હમણા એક મંદિરે જવાનું થયું, પ્રદક્ષિણા કરતી વખતે એ

હમણા એક મંદિરે જવાનું થયું, પ્રદક્ષિણા કરતી વખતે એક બહેન હોલમાં વંચાતી કથા તરફ નિર્દેશ કરીને બોલ્યા, "મહારાજ કથા વાંચે છે પણ સાંભળવાવાળી આ એક જ બાઈ છે, જેનો મગજ બરાબર નથી. ભગવાન એનો ઉદ્ધાર કરે." આપણે બધા બીજા કોઈ કામમાં નિષ્ણાત હોઈએ કે ના હોઈએ પણ બીજાને જજ કરવામાં એમની ક્રિયા પર પ્રતિક્રિયા આપવામાં ક્યાંય ઓછા કે પાછા નથી પડતા હોતા. 

એ મહારાજ ખરેખર ધન્યવાદને પાત્ર કહેવાય કે તે દિવસે એક જ શ્રોતા હતા તો પણ એ વ્યવસ્થિત રીતે રોજની જેમ જ કથા વાંચી રહ્યા હતા. બહુ ઓછા લોકો હોય છે એવા જે કોઈ જોતું હોય કે ના જોતું હોય પોતાનું કર્મ પૂરી નિષ્ઠાથી કરતા હોય છે અને પેલા શ્રોતા ડોસીમા કદાચ એમનો મગજ બરાબર નથી એટલે જ એકલા તો એકલા પણ એ શ્રોતા બનીને કથા સાંભળી રહ્યા હતા, નહિંતર જેનો મગજ બરાબર હોય એને કદાચ એકલા બેસીને કથા સાંભળતા પણ સો વિચાર આવે. આપણા જેવા ડાહ્યા કહેવાતા લોકો કંઈ પણ કરતા કે કહેતા પહેલા બીજા શું વિચારશે કે બીજાને શું લાગશે એની બહુ બધી પરવાહ કરતા હોઈએ છીએ, નો ડાઉટ પરવાહ કરવી જરૂરી છે પણ જરૂર પૂરતી જ. ઘણી વખત જિંદગીમાં કશુંક કરવા માટે માત્ર ને માત્ર પોતાની ધૂનમાં રહેવું પણ જરૂરી હોય છે.🖊જાગૃતિ તન્ના "જાનકી"

©JAGRUTI TANNA #Incident