♨️ ગઝલ ક્રાંતિ ગૃપ ♨️ આત્મ નિર્ભર સ્પર્ધા વિજેતા નંબર 4 છંદ - મુતદારિક- ગાલગા 4 ➖➖➖➖➖➖➖➖➖➖ ઓ ખુદા, લઈ જજે તું મને નર્કમાં; કે ધરા જેવું લાગે નહીં, સ્વર્ગમાં! આવશે પ્રેમ સાચો, કદી ક્યાંકથી; ના વધુ રાચ, આ બેહુદા તર્કમાં? આ મધુરપથી તું, છેતરાયા ન કર! ક્યાંક એવું બને, મોત હો અર્કમાં! હોય પાવન છતાં, અંગને કાપશે; પ્રેમ જેવી અસર હોય છે, દર્ભમાં! હોય જો ભેદ તો, એ સમજનો હશે; વાંક હોતો નથી, જાતમાં, વર્ણમાં. ઝેર ધીમું હતું, ના ખબર કંઈ પડી! શું અજબ ડંખવાની કળા સર્પમાં ! સૌ કહે 'અવનિ'ના તો ઘણા અર્થ છે ! કંઈ સમજ ના પડી, હું કયા અર્થમાં? ➖➖➖➖➖➖➖➖➖➖ ✍️ લીના પટેલ 'અવનિ' Lina Patel Avni- ગઝલ