સ્વીકાર અનિચ્છાએ સ્વીકાર સ્વેચ્છાએ સ્વીકાર પરિસ્થિતિનો સ્વીકાર પરિસ્થિતિ બદલી ના શકાયા પછીનો, સ્વીકાર મળ્યું એનો સ્વીકાર ના મળ્યું એનો સ્વીકાર મારા અસ્તિત્વનો સ્વીકાર મારી ખામીઓનો, સ્વીકાર તારા અસ્તિત્વનો સ્વીકાર તારા નિર્ણયોનો સ્વીકાર મારી પ્રકૃતિ બનાવી તો ક્યારેક સ્વીકાર કર્યો મારી પ્રકૃતિ વિરુદ્ધ, પણ હવે સ્વીકાર મારે કરવો છે હું માંગુ ને તું આપે એનો મારી મરજી કહું ને તું માને એનો, આ હક છે મારો ને હવે જીદ પણ ને મારા એ હકનો સ્વીકાર હવે તારો. 🧡📙📙🧡 #acceptance #reluctance #wilful #rebel #thingiwant #myrights #gujaratipoems #grishmapoems