Nojoto: Largest Storytelling Platform

છે ચહેરે મલકાતો મૂછે ટાવ દેતો અલગારો પુરુષ. ઘર પરિ

છે ચહેરે મલકાતો મૂછે ટાવ દેતો અલગારો પુરુષ.
ઘર પરિવારને સંયમથી માન દેતો અલગારો પુરુષ.
શાંત સ્વભાવને પણ એ મુખથી હસાવતો.
હસતો રમતો મનથી તો ખુદને સમજાવતો.
 દુનિયદારીમાં રોજ ભમતો અલગારો પુરુષ.
ઘરની અંદર બહારની જવાબદારી બખૂબી નિભાવતો.
સવાર થતા બેગ પકડતો સાંજ થતા ઘર તરફ પગલાં માંડતો.
મહિનાની છેલ્લી તારીખે આંગળીઓના ટેરવાં ગણતો.
ન જાણે રોજ રાત્રે કેટલી બધી વાતો મનમાં મારતો.
આ અલગારી પુરુષ દીકરીના વિદાયે ચોંધાર આંસુએ રડતો.
મા ની મમતામાં બધું જ દુઃખ ભૂલી જતો.
બાપની ફરજ આવતા દીકરો ખમતીલો બની જતો.
ભલે લડાઈ થાય હજાર પણ બેન માટે જત માં હાજર થઈ જતો.
પિતાની લાગણીને મનમાં દબાવતો.
હજારો સપના માટે દીકરાને કડવા વેણ સંભળાવતો.
દીકરા દીકરીની ખુશીમાં મન મૂકી પૈસો ઉદાડતો.
પોતે પહેરેલ પાટલુનને  ચમ્પલ સાથે જ સરખાવતો.
છે ચહેરે મલકાતો મૂછે ટાવ દેતો અલગારો પુરૂષ.
ઘર પરિવારને સંયમથી માન દેતો અલગારો પુરુષ.

©Gayatri Patel GP
  #Love #Life #MenstrualHygieneDay