હાંફતા નગર શ્વાસ લેવા પળ બે પળ થંભી ગયા. ચાલતાં રસ્તાઓ સૂમસામ થઈ પોઢવા લાગ્યા. ધબકતી સ્કૂલ -કોલેજો ,ઓફિસો.. નિદ્રાધીન થઈ આજ. કાળોકેર વરતાયો ક્રૂર કોરોનાનો ચારેકોર. શેરી, ગલી ,મોલ વેરાન થયા, ઊભરાઈ હોસ્પિટલ કીડીયારાની જેમ કોણ, કોનું થઈને રહેશે ? એ વિમાસણ હતી. નરપિશાચ કોરોના ઘૂસતાં જ બધાં સંબંધ ખોખલા થયા. રે...રે....કુદરત આવી મજાક શાને? તારા ઢાંક- પછાડની રમત છોડ હવે, અને આઉટ ઓફ કંટ્રોલ થયેલાં, કોરોનાને તું કંટ્રોલ કર. કુદરત મલકી અને બોલી, ફાટફાટ થતા પ્રદૂષણ ને દાબવા તે શું કર્યું? મારા શીતળકાળના રંગોત્સવ ને ડૂબાડતા તને શરમ ના આવી? મારા વાસંતિક ઊભરાટને તેં છીનવી લીધો, ત્યારે ક્યાં હતું તારું આ બ્રહ્મજ્ઞાન? કુદરત પર થપાટ મારીને ... હવે તું બોલ્યો...કે બચાવ આ ધરાને.. ને હણી લે માનવભક્ષી વાયરસને... #કુદરત#ધરા#માતા