મધર'સ ડેની ઊજવણી ગઇકાલે ખુબ થઇ અને પાછું એવું કહેતા કહેતા થઇ કે માં નો દિવસ તો રોજ હોય....કઈ એક દિવસ ઉજવીને થોડું ભૂલી જવાનું હોય! મમ્મી સાથે લડતાં, ઝઘડતાં,રડતા,હસતા આખો વખત ઉજવણીઓ કરતાં જ રહીએ છે. પણ જેને માં કહીએ કે જેના થકી જન્મ લીધો એ માં સિવાયની પણ બીજી ઘણી વ્યક્તિઓ આપણાં જીવનમાં માં ની જગ્યા લેતી હોય છે. તે કોઈ પણ રૂપે કે સંબંધે જોડાયેલી હોય છે. સાપેક્ષ રીતે ભલે અત્યારે સાથે ના હોય પણ યાદોમાં,વાતોમાં,વાણીમાં અને ક્યારેક વર્તણુકમાં જીવનભર પાસે હોય છે. "જય વસાવડા"નો મધર'સ ડે પર એક લેખ વાંચ્યો "મમ્મી સિવાયની મમ્મીઓ",એવી જ મારી વ્હાલી મમ્મીઓ "બચી બા" ને "સ્મીતા માસી "ને હેપ્પીમધર'સ ડે અને આ ચાર લાઈન અને એ સિવાયનું ઘણું બધું જે નહી કહી શકું કે લખી શકું પણ તમારા સુધી પહોચતું હશે... યાદોનાં પોટલાં ખુલ્યાં એમાંથી થોડા ડૂસકાં સર્યાં હાથ ઝાલનારા છુટતાં ગયા "બાબુ" કહેનારા ખુટતા ગયા... #yqbaba#DearMom#throwback2015#missingyou#gujarati#yqmotabhai