જ્યાં જ્યાં વસે ગુજરાત ત્યાં સદા મહેકે ગુજરાત , ડાળ ડાળ પર વનની અહર્નિશ ચહેકે ગુજરાત . નર્મદ ને નરસિંહનું તો છે આ કલાપી નું ગુજરાત , કાવ્યરસ માં સદા બહેકે ગુજરાત. સરદાર ને ગાંધી નું તો છે આ મોદીનું ગુજરાત, બલિદાનના રંગ કેસરિયે સદા દહેકે ગુજરાત. નોરતામાં જો કેવું ગરબે ઘૂમે ગુજરાત, માં અંબેના નારા થી જો લહેકે ગુજરાત . જય શ્રી કૃષ્ણ થી શરૂઆત કરતું મારું ગુજરાત, પરોઢિયે ડાકોર ને દ્વારકા માં ગહેકે ગુજરાત . નીરવ રાજાણી "શાદ" + યોગી ઠક્કર "પલ" #gujarat