Nojoto: Largest Storytelling Platform

રમઝટ રમઝટ છે રે, નવ નોરતા ની રમઝટ છે, રઢિયાળી રાત

રમઝટ રમઝટ છે રે, નવ નોરતા ની રમઝટ છે,
રઢિયાળી રાત ઝગમગ છે રે, નવ નોરતા ની રમઝટ છે...

ભક્તિ નો રંગ રાસ-ગરબા ને સંગ છે,
માં ને મળવાની ખૂબ ઝટપટ છે,
માં તો દયાળુ, દિલેર છે રે,
નવ નોરતાની રમઝટ છે...

ગરબા ગુજરાત ની ઓળખ ગણાય છે,
સાથે મળી સૌ,સ્નેહ થી ગાય છે,
માં અંબા જ્યાં પ્રગટ થાય છે રે,
નવ નોરતા ની રમઝટ છે...

ગરબો આખા એ બ્રહ્માંડે ધૂમતો,
ભક્તિ નો સંદેશ સહુને એ આપતો,
શક્તિ સ્વરૂપે પૂજાય છે રે,
નવ નોરતાની રમઝટ છે...

અંબા,ભવાની,નવદુર્ગા ની આરાધના,
સત્ય 'ને' ચિંતન ની થાય છે સાધના,
શેરીએ શેરીએ ઉત્સાહ ઉમંગ છે રે,
નવ નોરતા ની રમઝટ છે રે...


- પારસ દવે

©Paras Dave #navaratri #happyNavratri #maashailputri 

#Navraatra
રમઝટ રમઝટ છે રે, નવ નોરતા ની રમઝટ છે,
રઢિયાળી રાત ઝગમગ છે રે, નવ નોરતા ની રમઝટ છે...

ભક્તિ નો રંગ રાસ-ગરબા ને સંગ છે,
માં ને મળવાની ખૂબ ઝટપટ છે,
માં તો દયાળુ, દિલેર છે રે,
નવ નોરતાની રમઝટ છે...

ગરબા ગુજરાત ની ઓળખ ગણાય છે,
સાથે મળી સૌ,સ્નેહ થી ગાય છે,
માં અંબા જ્યાં પ્રગટ થાય છે રે,
નવ નોરતા ની રમઝટ છે...

ગરબો આખા એ બ્રહ્માંડે ધૂમતો,
ભક્તિ નો સંદેશ સહુને એ આપતો,
શક્તિ સ્વરૂપે પૂજાય છે રે,
નવ નોરતાની રમઝટ છે...

અંબા,ભવાની,નવદુર્ગા ની આરાધના,
સત્ય 'ને' ચિંતન ની થાય છે સાધના,
શેરીએ શેરીએ ઉત્સાહ ઉમંગ છે રે,
નવ નોરતા ની રમઝટ છે રે...


- પારસ દવે

©Paras Dave #navaratri #happyNavratri #maashailputri 

#Navraatra
parasdave4723

Paras Dave

New Creator