સાત વર્ષની આકાંક્ષા દાદાના ખોળામાં આવીને બેસી ગઈ. દાદાએ એના ગાલ ને પકડીને કહ્યું "કેમ આકુડી તું પાયલ કેમ નથી પહેરતી તું, કેટલી બધી લાવ્યો છું તારા માટે ? " આકાંક્ષા દાદાની સામે જ જોઈ રહી ને પછી હસી ને બોલી "દાદા મને પાયલ નથી ગમતી જરાય,કોઈ એ પગ બાંધી દીધા હોય એવું લાગે છે, ને મારે તો ખૂબ ઉડવાનું છે દાદા, બહુ મોટું આકાશ છે ત્યાં પહોંચવાનું છે." લગ્ન આટલા વર્ષો પછી આકાંક્ષા પાયલ નહોતી પહેરતી.આકાશ ભલે દૂર હતું પણ બંધન એને હજુ પણ મંજુર નહોતું, કદાચ.. #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqgujarati #yqmotabhai #gujarati #story #વાર્તા