Nojoto: Largest Storytelling Platform

કોરોના ડાયરી એ ભલે લાચાર છે,એ ભલે ગરીબ છે. તાપ થી

કોરોના ડાયરી

એ ભલે લાચાર છે,એ ભલે ગરીબ છે.
તાપ થી એ તપતું તોય એનું ઝમીર છે.

તું માત્ર શબ્દો થી ને ભાષણ થી જ છે.
ખરા અર્થમાં તો આ જ સાચા વીર છે.

હશે કોઈ મધ્યમ,કોઈ ધનિક,કોઈ શ્રીમંત,
જુસ્સા થી તો ખાલી આ જ અમીર છે.

ચાલી જશે ને જૉજે પહોંચી પણ જશે જ,
આ મહેનત-મજૂરી થી કસાયેલું શરીર છે.

રડતી માં,થાકેલો બાપ ને રઝળતું બાળક,
તને લાગતું નથી કે સ્થિતિ ગંભીર છે ??

બે ઘડી ઊભા તો રહો આઈના સામે રોજ,
શાસક શું,વિપક્ષ શું,બેય જણાં સગીર છે.

કુદરત કરે ને નિસાસા ખાલી ના જાય તારા,
એની હાય એ તો ધાર વગર નાં તીર છે.

-વિપુલ પ્રીત -

©Vipul Borisa
  #corona