ખૂબ વહાલો મને એ ખૂણો, જે મારા હાસ્યના પડઘા પાડતો, ને મારા રુદનને સાંભળીને શાંત કરી દેતો. એની તોલે ના આવે કોઈ બીજું, પણ ક્યારેક એ પણ વ્યસ્ત હોય, એની પોતાની ઉપાધિઓથી ત્રસ્ત હોય. ત્યારે હું શીખતો બનતાં મારી દિવાલ ને આપતા મને મારો ટેકો. પછી હોય આંસુઓની અનરાધાર ધારા, કે હિબકાના મુશળધાર કરા, એવા લાગણીઓના વરસાદમાં મને ટેકવી હું ભીંજાતો. ને અંતે ધોવાઈને ચોખ્ખા થઈ ગયેલા મારા અંતરને રસ્તે આગળ વધતો. 🖤🖤 #gujaratipoem #emotions #appreciatingsupport #learningtobemyownsupport #toughtimes #sadtimes #yqmotabhai #grishmapoems