જયાં જયાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત અહિંસાના માર્ગે આઝાદી અપાવી દેશના શાસન એ આજ બેઠું ગુજરાત સંતો મહંતો'ને દેશને સરદાર આપનાર બસ આ જ મારી ધન્ય ધરા ગુજરાત પૈસાની નોટ થી મોબાઈલના નેટ સુધી આજ બધે જ છવાયું ગુજરાત મોભે માન'ને જીભે રાખી સાકર દેશમાં ભળે એ મીઠાશ ગુજરાત કચ્છી કાઠિયાવાડી સુરતી'ને અમદાવાદી છેવટે તો બસ એક જ અખંડ ગુજરાત ભાતીગળ કેડિયા'ને પચરંગી ઓઢીને ઓઢણી ગરબાના તાલે ઝૂમતું નાચતું ગાતું ગુજરાત ગાજે મેહુલિયો'ને સાવજ ની દહાડ, જાણો એ જ મારૂ વતન ગુજરાત..!! -સુરી #Gujrat #ગુજરાત_સ્થાપના_દિવસ #1stmay #સુરી