એની ના ને ભૂલથી પ્રેમમાં હા સમજી બેઠી, પ્રણયની અંકુરિત કળીને ફૂલ સમજી બેઠી. કુમળા લીલોત્રા અંકુર ને પાન સમજી બેઠી, કઠોર ઇન્કારના પ્રણયને કોમળ સમજી બેઠી. પાનખરની એ પતઝર ને વસંત સમજી બેઠી, રંગવિહીન પ્રણયરાગ ને રંગીન સમજી બેઠી. સંબંધે નબળા કૂણાં મૂળને થડ સમજી બેઠી, કાચા પ્રેમરાગને રંગે પાકા ફળ સમજી બેઠી. સાંજની વૈરીયાને પ્રેમી પાગલ સમજી બેઠી, પ્રણયની અંકુરિત કળીને ફૂલ સમજી બેઠી. ©કાતરીયા વૈશાલી "વૈરીયા" #પ્રેમ