શિખામણનો રોગ, જેને લાગતો એને ભાગ્યે જ થતી એની જાણ, ને પછી આસપાસનાને થતી મોકાણ. દર્દીને લાગે કે એને બીજાના દર્દની ચિંતા, ને દુનિયાના દરેક દર્દમાં પોતાના ઉપાયો નિષ્ણાત એને લાગતા. દર્દીને ભાગ્યે જ સમજાતી બીજાની સ્થિતિ કે મનોસ્થિતિ, ને જાણે-અજાણ્યે એ કર્યે રાખતો પોતાની સ્તુતિ. દુનિયામાં લગભગ બધાને વત્તે ઓછેવત્તે અંશે થતો આ રોગ, વકરે તો પછી થતો લા-ઈલાજ, પણ જે કાબૂમાં રાખે એ કરતો પોતાનો ઉદ્ધાર. 🗣️🗣️ #શિખામણ #ગુજરાતી #admonition #advise #yqgujarati #yqbaba #yqmotabhai #grishmapoems Collaborating with YourQuote Motabhai