ગઝલ: જોયો જ નહીં... છંદ બંધારણ : ગાલગાગા *૩ ગાલગા હું મને ખોયા પછી કોનો હતો, જોયો જ નહીં... હાથ બરબાદી ભણી મારો હતો, જોયો જ નહીં... રાત વીત્યા બાદ સાચી, ના ખબર થઈ ટાઢમાં, તાપણામાં હાથ તો બાળ્યો હતો, જોયો જ નહીં... વાત કરવા આંગણે આવી પરત પણ થઈ ગયા, બોલવાનો આ જ તો મોકો હતો, જોયો જ નહીં... કેમ સૌ ડરતા હતાં, એ મોત! તારી છાંયથી, દિલ અમે આપી કર્યો સોદો હતો, જોયો જ નહીં.... હાસ્યમાં દર્દો છુપાવી ક્યાં સુધી ફરશો "ક્ષિતિજ", એક તો રડવા ઘરે ખૂણો હતો જોયો જ નહીં... ✍🏻દેવર્ષિ વ્યાસ "ક્ષિતિજ" સુરેન્દ્રનગર, ગુજરાત gazal... #trending #new #Gujarati #gazal #દેવર્ષિ #વ્યાસ #ક્ષિતિજ