Happy bday father એક શિયાળુ પવન મને કાન માં કાંઈક કહી ગયું તમારી ગેરહાજરી નું મેણું એ મને મારી ગયું સમી સાંજ નું એ ટાણું મને ઠોસો મારી ગયું તમારી યાદો માટે એક ટોળું કાયમ ઝંખવી ગયું નજદીક ખેંચી વાદળ એક ચિંટિયો ભરી ગયું તમારી છાયા વગર પગથિયું કઠણ મૂકી ગયું રસ્તાઓની ધૂળ ડમરી કરી ભભળી ગયું તમારા પ્રેમ માટે એક તરસ્યું વંટોળ મૂકી ગયું પંખીએ મીઠો ટહુકો કરી જોરથી સંભળાવી દીધું તમારા વહાલ ને ખોજવા માળો અધુરો મુકતું ગયું ધોધમાર વરસી વરસાદે પણ એક ઝાપટું મારી દીધું પપ્પા, તમારા વિનાની જિંદગી ને એ પૂર માં ફેરવી ગયું. Happy bday papa in heaven 🙏 #fathersbirthday #birthdayquotes. #birthdaywish #latefatherslove #fatherdaughter