બસ જીવી જવાનું છે...! સારો હોય કે ખરાબ, દિવસે આખરે આથમી જવાનું છે, સુખ હોય કે દુઃખ, ગમે એમ કરી બસ જીવી જવાનું છે ! મૌસમનું શું ? એ બદલાતી હતી ને બદલાતી જ રહશે, આપણે તો બસ ભાગ બની એનો મજા લેતું જવાનું છે ! જાણું છું ! પોતાનું જ છે એ જ તકલીફ વધારે આપે છે, પારકું તો નથી ! બસ હસતાં મોઢે માફ કરતું જવાનું છે ! ભલે આજે મૌન છે ઈશ, ક્યારેક તો એ પણ બોલશે ને, ભલે પથ્થર તો પથ્થર ઉમીદ રાખી બસ કહેતું જવાનું છે ! આપને પીડા હજી કેટલી આપવી છે તારે ? જોઉં હું પણ, સહી લઈશ હું ! પણ આ ઘાવ તારે જ ભરતું જવાનું છે ! જિંદગી આ મારી છે તો ફર્ક મને જ પડશે ને ! કોઈને શું ? સમજી ગયો હું ભેદ, બસ એ ' કોઈને ' છોડતું જવાનું છે ! સારો હોય કે ખરાબ, દિવસે આખરે આથમી જવાનું છે, સુખ હોય કે દુઃખ, ગમે એમ કરી બસ જીવી જવાનું છે ! *મિલન લાડ. " મન " વલસાડ, કિલ્લા પારડી.* #life #motivation #Gujarati #Kavita #milanvlad1 #lagninopaheloahesaseprem