હજી દર્દની અસર છે,મને એટલી ખબર છે, રહે રોજ આંખ તર છે,મને એટલી ખબર છે. ઘણાં વિઘ્ન પંથ પર છે,છતાં ચાલતો રહું છું, કે આ પ્રેમની સફર છે,મને એટલી ખબર છે. ન કબૂલે વાત દિલની, ન લે કામ જે સમજથી, એ તો થાય દરબદર છે,મને એટલી ખબર છે. રહી છે સદા બહારો અને મ્હેકતી સવારો, મેં ન જોઈ પાનખર છે,મને એટલી ખબર છે. જતાં-આવતાં મને એ મળી જાય છે અચાનક, અહીં માર્ગમાંજ ઘર છે,મને એટલી ખબર છે. ઘણી નામના મળી છે,ઘણી આબરૂ વધી છે, છતાં હોશમાં નઝર છે,મને એટલી ખબર છે. - devang Limbani #devang_limbani_offical #EscapeEvening