Nojoto: Largest Storytelling Platform

એક ઘરડા માબાપને જોઈ મને આંખમાં આંસુ આવી ગયા, વર્ષો

એક ઘરડા માબાપને જોઈ મને આંખમાં આંસુ આવી ગયા,
વર્ષોથી પથારીમાં પડેલા એ દાદા ની ખુશી ખૂશી સેવા કરતા એ બા નો પ્રેમ મને હ્રદય સ્પર્શી ગયો,
કારણ કે આજકાલ લોકોને પતિ અથવા પત્ની બંને માંથી એકને પણ નાનકડી બીમારી આવે ને,
તો મોઢા બગાડીને લોકો પોતાની જવાબદારીમાંથી સરકી જવામાં વાર નથી લગાડતા.
આપણે તો એ જ ભૂલી જઈએ છીએ કે પહેલા લોકો એકબીજાને જોયા વગર જ પૂરી જિંદગી સાથ આપવા ના વચન આપીને બેઠા હતા,
આજે આપણને આટલી છૂટ મળી છે કે એકબીજાને જોઈ એકબીજાને મળી સાથ આપવાના વચનો આપણે લઇએ છીએ.
એક નાનકડી એ જ વિનંતી કે તો આવી નાની નાની વાતમાં પણ સાથ ન આપી શકો ને,
તો એવું વચન ના આપતા કોઈને કે કોઈની જિંદગી બગડી જાય.
સાથ આપો તો પૂરો આપજો બાકી પહેલા પગથીયા પરથી જ એ જમણો પગ નીચે લઈ લેજો.
-નૂપુર છાયા ઓઝા
(Date : 24/10/2019) #Love #care #message #gujarati