#diwali_wishes ડૂમો કાઢો , બૂમો પાડો
શબદ સાધો નથી આઘો.
જીવન પ્યારે છે જ દુલારે,
ને પ્રાણે તું, રહ્યો પાછો.
કરમ સાચા, ખરા ત્યાગે,
ફરક ક્યાં છે જુઓ ઝાઝો.
Mohanbhai आनंद
#sad_quotes રોજ વ્હાલા લાગતા જે સાચવે છે,
પ્રેમ પ્યારાં દિલથી વંદન આપને છે .
ક્યાંક ઝખ્મો , ક્યાંક તાજા સ્મરણો છે,
એક એવું દ્વાર કોઈ તો દાખવે છે.
પ્રીતની આ રીત જાણો છે નિરાળી,
આપ મટવાની મજા તો આપણે છે.
Mohanbhai आनंद
કાદવ ઉપર ઉઠતા રહેવાનું અહીં ,
ખીલ્યાં પછી ક્યાં કશુ કહેવાનું અહીં.
આચાર છે એ ધર્મમાં ખીલી ઊઠે,
મહેંકી પછી આનંદથી સહેવાનું અહીં.
#Quotes
Mohanbhai आनंद
#Sad_Status
હોશમાં ક્યાં છે આ શબ્દોની કથા જો,
થાય ભણતર ભાર કેવી છે મજા જો.
આમ તો વેપાર ક્યાં છે શબ્દનો કોઈ?
તો'ય શિક્ષા ભેખધારીને નફા જો.
Mohanbhai आनंद
#good_night
अपना कहकर आप,फिर ग़ैर समझते हो
गैराना ताल्लुकात में, फिर क्यु उलझते हौ
बेहाल आखे , हिसाब मांगती है अश्कों का,
गोरे गाल पर रोज़ फिर क्यु फिसलते हो
खुले आसमान में,चांद से मिलाकर आंखें,
Mohanbhai आनंद
#lakeview પ્રશ્ન મનમાં કેમ આવ્યો એ મજા છે,
મૌનમાં સંવાદ થાતો જો અદા છે.
વેદના વાંચી શક્યો છું એટલે બસ,
આંસુડા ધારે વહ્યો છું એ વફા છે.
આપમાં વિશ્વાસ જ્યાં રાખ્યો પછી જ,
શ્વાસ અટકી જાય ચોક્કસ ત્યાં ખફા છે.
Mohanbhai आनंद
#villagelife
હૂંફ આપતું હ્દય કુણી લાગણીઓથી,
ધમધમતું હદયકમલ છે, જેમાં ભગવાન શ્રી નારાયણ નો વાસ છે.
सर्वस्व चाहं ह्रदि सन्नविष्ट।। गीता।।
Mohanbhai आनंद
#26janrepublicday
શબદમાં બાંધતી પ્યારે ગઝલ પ્યારી સુફીયાણી,
પછી મન જાગતી પ્યારે ગઝલ પ્યારી સુફીયાણી.
હ્દયના તાર ઝણઝણતા,અરે વ્યાપી ધ્રુજારી છે,
ઉદાસી ભાગતી પ્યારે ગઝલ પ્યારી સુફીયાણી.
સુગમ છે સુખનાં સર્જનમાં ને દુઃખમાં છે જ દર્દીલી,