Nojoto: Largest Storytelling Platform
kinjalpandya0750
  • 525Stories
  • 1.4KFollowers
  • 8.7KLove
    2.0KViews

Kinjal Pandya

#melove😘💃🏻

  • Popular
  • Latest
  • Video
aaff942c90bd3e656d7ed1f218d3cf5c

Kinjal Pandya

પડ્યાં છે ઉંધા જીંદગીનાં સૌ પાસાં,
 તારી હાર છે નિશ્ચિત, તું રાહ ન જો!

  
 કહેતાં હતાં ક્યારેય હું દૂર ન જાઉં તારાથી,
આજે એ જ છે બદલાયાં, તું રાહ ન જો!


 દર્દ, ઉદાસી, પીડા તારાં સૌ સાથી'ને સંગાથી.
હવેથી ખુશીની એક લહેર ન આવે, તું રાહ ન જો!


જીવન એટલુંય સીધું નથી જેટલું સમજીએ ‌છીએ
ઉતાર ચઢાવ તારે જ પસાર કરવાનાં, તું રાહ ન જો!

 
પારકાં છે એ પારખી ન શક્યાં, ને‌ ભ્રમમાં રહ્યાં
એ આપણાં નહીં જ બને, કોઈની તું રાહ ન જો!


ગમે એટલું બોલાવો તો પણ એ ક્યાં સાંભળે છે?
માધવ પણ અજાણ થયો, હવે તો તું રાહ ન જો!

 
 જીવન જીવવાની એક જ તો છે ફિલસૂફી,
જાતે જ મોજમાં રહેવું, બીજાની તું રાહ ન જો!


-"કુંજદીપ"

©Kinjal Pandya #StandProud
aaff942c90bd3e656d7ed1f218d3cf5c

Kinjal Pandya

બાપ એ દીકરી માટે આભ જેવડો ટેકો હોય છે
 તો દીકરી બાપની ધરા.
- કિંજલ પંડ્યા

©Kinjal Pandya #fatherdaughter
aaff942c90bd3e656d7ed1f218d3cf5c

Kinjal Pandya

🪔તમસો મા જ્યોતિર્ગમય🪔

सूर्य संवेदना पुष्पे:, दीप्ति कारुण्यगंधने|
लब्ध्वा शुभम् नववर्षेअस्मिन् कुर्यात्सर्वस्य मंगलम् || 

જે રીતે સૂર્ય પ્રકાશ આપે છે, સંવેદના કરુણાંને જન્મ આપે છે, ફૂલ હંમેશાં મહેકતું રહે છે એવી જ રીતે આવનાર આ નવા વર્ષનાં દરેક દિવસો, દરેક પળ તમારાં માટે મંગલમય  હો! 
નુતન વર્ષના અભિનંદન🙏🏻
- કિંજલ  પંડ્યા

©Kinjal Pandya
  નુતન વર્ષાભિનંદન

નુતન વર્ષાભિનંદન #સમાજ

aaff942c90bd3e656d7ed1f218d3cf5c

Kinjal Pandya

🪔તમસો મા જ્યોતિર્ગમય🪔

सूर्य संवेदना पुष्पे:, दीप्ति कारुण्यगंधने|
लब्ध्वा शुभम् नववर्षेअस्मिन् कुर्यात्सर्वस्य मंगलम् || 

જે રીતે સૂર્ય પ્રકાશ આપે છે, સંવેદના કરુણાંને જન્મ આપે છે, ફૂલ હંમેશાં મહેકતું રહે છે એવી જ રીતે આવનાર આ નવા વર્ષનાં દરેક દિવસો, દરેક પળ તમારાં માટે મંગલમય  હો! 
નુતન વર્ષના અભિનંદન🙏🏻
- કિંજલ  પંડ્યા

©Kinjal Pandya નુતન વર્ષાભિનંદન

નુતન વર્ષાભિનંદન #સમાજ

aaff942c90bd3e656d7ed1f218d3cf5c

Kinjal Pandya

એક તારા જ ઉપર મરે જિંદગી,
આપ તું સાથ તો આ ગમે જિંદગી. 

આજ મારા થવાનું તને હું કહું, 
તું જો આવેતો જીવી ઉઠે જિંદગી.

આજની રાત હું તારી સાથે રહું,
કાલની વાત શું જાણશે જિંદગી??

શ્યામની રાહમાં આજ ગોપી ઝૂરે,
શ્યામ આવે તો સૌની ઠરે જિંદગી.

આજ પ્રેમે નવું રુપ ધારણ કર્યુ,
રાધા ને કાજ કૃષ્ણે ધરે જિંદગી.

-કુંજદીપ

©Kinjal Pandya #janmashtami
aaff942c90bd3e656d7ed1f218d3cf5c

Kinjal Pandya

બે હોત તો... છૂટા પડી ગયાં હોત.
આ એકને અલગ કેમ કરીને કરવાં?

- કિંજલ પંડ્યા

©Kinjal Pandya #YouNme
aaff942c90bd3e656d7ed1f218d3cf5c

Kinjal Pandya

થોડાં એવાં મિત્રો જીવનમાં હોવાં ઘટે,        
જેની આંખમાં સપનું થઈ જીવી શકાય!
-  કિંજલ પંડ્યા

©Kinjal Pandya
  #FriendshipDay
aaff942c90bd3e656d7ed1f218d3cf5c

Kinjal Pandya

આ એજ બારી છે
પપ્પા, 
જયાં તમે ઊભા રહી ને 
મારી આવવાની રાહ જોતાં હતાં..

આ એજ બારી છે
પપ્પા,
જયાં ઊભી રહી ને મેં 
તમને કાયમ માટે જતાં જોયા છે...

જયારે પણ ઘરે આવું છું ને પપ્પા.!!
ત્યારે આ જ બારી પાસે ઊભી રહી
તમારાં આવવાની રાહ જોઉં છું..

નથી આવવાનાં હવે એ હું જાણું છું 
પણ,
તમે પાછા ન આવશો એવું કહી પણ નથી ગયાં ને..!?


કુંજદીપ.

©Kinjal Pandya #missyoupapa
aaff942c90bd3e656d7ed1f218d3cf5c

Kinjal Pandya

ભળી રાધા કૃષ્ણમાં; શું ઉપવાસ કરીને?
ને રૂકમણીએ કર્યા હશે; તો શું પામી એ?
સત્ય છે ! કૃષ્ણ એની જ સંગાથે રહ્યાં,
પણ, શું રાધા જેટલો જ પ્રેમ પામી એ?
- કુંજદીપ

©Kinjal Pandya #Krishna
aaff942c90bd3e656d7ed1f218d3cf5c

Kinjal Pandya

લૂંટાય જાઉં હું તારાં પ્રેમમાં તો મજા આવે,
સમાઈ જાઉં હું તારાં હ્રદયમાં તો મજા આવે!

ચાહે છે તું મને,  હવે એ હું જાણું છું,
આવે તું નજીક મિલનની ચાહમાં તો મજા આવે!

મળ્યાં હતાં આપણે ત્યારે તો હતી ઠંડીની મૌસમ,
ભીંજાય મારી સંગ મેહુલની મહેફિલમાં તો મજા આવે!

વીતી ન જાય આ રાત વાત વાતમાં એ તું જોજે, 
એક થઈએ આ ચાંદની રાતમાં તો મજા આવે!

ધરી દીધું છે સઘળું મેં મારું તને તારાં હાથમાં, 
સમજે તું મારી હા, મારાં મૌનમાં તો મજા આવે!

- કુંજદીપ

©Kinjal Pandya #rain
loader
Home
Explore
Events
Notification
Profile