Nojoto: Largest Storytelling Platform
ajitmachhar2482
  • 59Stories
  • 12Followers
  • 564Love
    808Views

Ajit Machhar

  • Popular
  • Latest
  • Video
b2898556a3abc50641d9a3103b9052b6

Ajit Machhar

ભક્તિ,શ્રધ્ધાથી બિલીપત્ર તારણ માટે,
આ રુદ્રાક્ષ છે સ્થિરતા ને ધારણ માટે,
જીવના કલ્યાણ કાજે તો શિવ આવે,
હા, શિવાલય સજ્જ છે આ શ્રાવણ માટે.

©Ajit Machhar # shravan
b2898556a3abc50641d9a3103b9052b6

Ajit Machhar

White અષાઢી બીજ છે તો ઝરમર એકાદ ઝાપટું વરસી જા,
બાકી વરસવું હોય તો ધોધમાર એક સામટું વરસી જા!
અજિત મછાર "asm"

©Ajit Machhar
  #rain
b2898556a3abc50641d9a3103b9052b6

Ajit Machhar

ને ઝડપમાં સાવ યંત્રવત્ જીવાય છે અહીં,
રેસ જાણી કેટલાય જણ દોડતાં મળ્યા?

પણ સમય નથી એ બહાના સૌ પાસે છે!
થઈ જરા તકરાર,ટોળા અમસ્તાં મળ્યા.

©Ajit Machhar #samay
b2898556a3abc50641d9a3103b9052b6

Ajit Machhar

આ વસંત કોઈને કહીને આવતો હશે?
ફૂલમાં ફોરમ ભરીને આવતો હશે!
ખીલતા ને નાચતા પણ જોઈ કૂંપળો,
એ‌ જ ફાગણ ને કહીને આવતો હશે?

©Ajit Machhar #IFPWriting
b2898556a3abc50641d9a3103b9052b6

Ajit Machhar

તેજ તારું ઘર મહીં છે હરપળ હરપળ,
સ્મિત તારું મન મહીં છે ખળખળ ખળખળ,
કંકુ ચોખા સાથિયા માં પૂર્યા આંગણે, 
પ્રગટાવ્યા છે દિવા એ ઝળહળ ઝળહળ.

©Ajit Machhar
  #ShubhDeepawali
b2898556a3abc50641d9a3103b9052b6

Ajit Machhar

ડૂબવા ને જ્યાં જળ ઓછું લાગ્યું,
એટલે તો આજ જોને આભ વરસ્યું.

ખુદ સર્જનહાર જ્યાં લે છે વિદાય તો!
આ નગર જો આજ આખી રાત જાગ્યું.
અજિત મછાર 'asm'

©Ajit Machhar 26 sep
b2898556a3abc50641d9a3103b9052b6

Ajit Machhar

મૂર્તિ સ્થાપી ચોથ ઉત્સવ શ્રી ગણેશા,
વિઘ્નહર્તા શુભ લાભદાયી શ્રી ગણેશા.

કાર્ય સર્વે થાય મંગલ પ્રાર્થના એજ,
ઘર બિરાજ્યા રિદ્ધિ સિદ્ધિ સંગ શ્રી ગણેશા.
 'asm'

©Ajit Machhar #GaneshChaturthi 19 sep 2023
b2898556a3abc50641d9a3103b9052b6

Ajit Machhar

મૂર્તિ સ્થાપી ચોથ ઉત્સવ શ્રી ગણેશા,
વિઘ્નહર્તા શુભ લાભદાયી શ્રી ગણેશા.

 કાર્ય સર્વે થાય મંગલ પ્રાર્થના એજ,
  ઘર બિરાજ્યા રિદ્ધિ સિદ્ધિ સંગ શ્રી ગણેશા.
'asm'

©Ajit Machhar
  #GaneshChaturthi 2023
b2898556a3abc50641d9a3103b9052b6

Ajit Machhar

સ્વતંત્રતા મળી છે, સ્વચ્છંદતા નહીં.
સૌ સંકલ્પ કરી બનાવીએ નવભારત.

શબ્દ પ્રયોગ વાણી વિલાસ માટે કેમ?
વેણ મધુર બોલી બનાવીએ નવભારત.

હવે  દ્વેષભાવ ના બીજ વાવીએ નહીં,
સમભાવ રાખીને બનાવીએ નવભારત.

બહારના દુશ્મનોથી લડ્યા,આઝાદ થયા,
હવે સુમેળ રાખી બનાવીએ નવભારત.

દોષારોપણનું વલણ પુરાણું ક્યાં સુધી?
વિધાયકતાથી આજ બનાવીએ નવભારત.

આ દેશ મારો છે,આપણા સૌનો છે ભારત,
એકતા અખંડિતતાથી બનાવીએ નવભારત.

હક માટે લડતા લડતા ફરજ ના ચૂકી જઈએ,
ચાલો, સૌના પ્રયાસથી બનાવીએ નવભારત.

          
જય હિંદ..

©Ajit Machhar
  #IndependenceDay 2023
b2898556a3abc50641d9a3103b9052b6

Ajit Machhar

જિંદગી જો લે પરીક્ષા,હા અમે તૈયાર છીએ,
ને જવાબો આપવાને,હા અમે તૈયાર છીએ.

છે ખબર આસાન ક્યાં હોય પ્રશ્ન કે જવાબો,
તોય પાછા ના પડીએ,હા અમે તૈયાર છીએ.

 અજિત મછાર 'asm'

©Ajit Machhar
  # 6 aug
loader
Home
Explore
Events
Notification
Profile