Nojoto: Largest Storytelling Platform
jaykishandani9820
  • 642Stories
  • 20Followers
  • 6.8KLove
    1.9KViews

Jaykishan Dani

  • Popular
  • Latest
  • Video
e8f038b153e469e26a4580f8c6324206

Jaykishan Dani

White દુનિયામાં આવ્યા ત્યારે, ખાલી શ્વાસ લઈને આવ્યા
દુનિયા છોડી ત્યારે સૌથી પહેલા, શ્વાસ છોડ્યો
રાખી હતી અપાર શ્રદ્ધા, જિંદગી પર જિંદગીભર
આવ્યું જ્યારે મોત, સૌથી પહેલા તેણેજ વિશ્વાસ તોડ્યો

જયકિશન દાણી
૦૪-૧૦-૨૦૨૪

©Jaykishan Dani #GoodNight
e8f038b153e469e26a4580f8c6324206

Jaykishan Dani

નામ:- ડૉ. વિરેન્દ્ર ડોલાસિયા  'નિજ'
શબ્દ:- હવે તો જાગો
શીર્ષક:- હે આતમ જાગો

તસુભાર ય ખુદની સાથે લઈ ક્યાં જવાયું સિકંદરથી! 
હે આતમ, તમે હવે તો જાગો અંદરથી.

ખણખણતાં સિક્કાનો રણકાર ગૂંજે ભરવા,
તમે દિનરાત એક કરી નાખ્યાં.
કુંવારી અધકચરી નીંદરુ છોડીને, 
તમે ઉજાગરા કૈંક કરી નાખ્યાં.
ખુદમાંથી જે નીકળ્યું'તું અમૃત ક્યાં પીવાયું સમદરથી!
હે આતમ, તમે હવે તો જાગો અંદરથી.

જીવતરિયું માણવા ધ્યાન દેશો જ્યાં ખુદ પર,
ઘડપણ બેઠું હશે ઓઠિંગણિયે.
દસે દિશાઓમાં ફરતો'તો વાયુ એ જ,
આવીને પેઠો હશે ગોઠણિયે.
પછી અફસોસ કરતાં કહેશો, ક્યાં જીવાયું સુંદરથી!
હે આતમ, તમે હવે તો જાગો અંદરથી.

તસુભાર ય ખુદની સાથે લઈ ક્યાં જવાયું સિકંદરથી! 
હે આતમ, તમે હવે તો જાગો અંદરથી.

✍️ ડૉ. વિરેન્દ્ર મોરારજી ડોલાસિયા..
તારીખ:- ૨૭/૦૯/૨૦૨૪..

©Jaykishan Dani #navratri
e8f038b153e469e26a4580f8c6324206

Jaykishan Dani

દર્દ તો છુપાવ્યું પણ ઉઝરડા એ ચાડી ફૂકી
અંતરા ગોઠવ્યા પણ મુખડા એ ચાડી ફૂકી 

બધાજ હિસાબ તપાસીને તૈયાર રાખ્યાતા
બધું ગોઠવાઇ ગયું પણ બગડા એ ચાડી ફૂકી

એકાંતમાં મળીને શાંતિથી વાત કરવીતી 
નીકળી પડ્યા પણ વન વગડા એ ચાડી ફૂકી

એ એમની વફા એટલે સાબિત ન કરી શક્યા
કોઈ દેખાયું નહીં પણ પગલા એ ચાડી ફૂકી

પાપ છાપરે ચડી પોકારે ,આજે સાબિત થયું
જીવતા ન બોલ્યા પણ મડદા એ ચાડી ફૂકી


જયકિશન દાણી
૦૩-૧૦-૨૦૨૪

©Jaykishan Dani ચાડી ફૂકી

ચાડી ફૂકી #શાયરી

e8f038b153e469e26a4580f8c6324206

Jaykishan Dani

....રાખું છું....

છું એકલો છતાં ચા ની બે પ્યાલી રાખું છું
હૃદયનો એક ખૂણો હમેશાં ખાલી રાખું છું
શબ્દો કાગળ કલમના જોરે તરી ગયો હું
તેથી બટવામાં હમેશાં એક વ્હાલી રાખું છું

કોઈ નીકળશે એ આશે બારી ખુલ્લી રાખું છું
ગમે ત્યારે જરૂર પડે, લાગણીઓ ઘેલી રાખું છું
સપનાઓ એ હમેશા વફા કરી છે મારી સાથે
એટલે સપનાઓ ને હમેશાં પંપાળી રાખું છું

હું જ મારો વિકલ્પ છું, એ જાણી ગયો છું 
હું જ  મને  આઇનામાં  નિહાળી રાખું છું
નસીબ અજમાવવા માટે જુગાર નથી રમતો
છતાં બંધ બારણે  સિક્કો ઉછળી રાખું છું

જિંદગી માં ઉજાસ અંધકાર બંને જોયા છે
સુખ દુઃખ અલગ અલગ ચાળી રાખું છું
અજાણ્યાઓની ભીડ વચ્ચે, એક ચહેરો શોધું છું
તેથી, હરોળમાં જાતને હમેશાં પેલ્લી રાખું છું

જયકિશન દાણી
૩૦-૦૯-૦૨૦૨૪

©Jaykishan Dani રાખું છું

રાખું છું #શાયરી

e8f038b153e469e26a4580f8c6324206

Jaykishan Dani

કાં બાળી દે કાં ઠારી દે
કાં તાળી દે કાં મારી દે

જઝબાતનું શું ઉપજે?
કાં ડુબાડી દે કાં તારી દે

સ્વપ્ન જોવામાં લાગે ડર 
કાં પલાળી દે કા ઉગારી દે

જિંદગી ને મોતમાં એક સામ્ય
કાં જગાડી દે કાં સુવાડી દે

સાચા ઇશ્ક પાસે બે વિકલ્પ
કાં હસાવી દે કાં રડાવી દે

કાગળ કલમ પાસે શું આશ?
કાં બેકારી દે કાં ખુમારી દે

જયકિશન દાણી
૨૮-૦૯-૦૨૨૪

©Jaykishan Dani #PenPaper
e8f038b153e469e26a4580f8c6324206

Jaykishan Dani

White તારી ને મારી દુવા અલગ છે
તારી ને મારી દવા અલગ છે

છે દર્દ અલગ આપણા બંનેના
તારી ને મારી  વ્યથા અલગ છે

નહીં પામી શકીએ એકમેકને
તારી ને મારી પ્રથા અલગ છે

એકબીજાને દોષ કેમ આપવો?
તારી ને મારી વફા અલગ છે

છે ગુનાહ સરખા આપણા, છતાં
તારી ને મારી સજા અલગ છે

ન પહોંચી શક્યો મંઝિલ પર
તારી ને મારી ખતા અલગ છે

જયકિશન દાણી
૨૭-૦૯-૨૦૨૪

©Jaykishan Dani અલગ છે

અલગ છે #શાયરી

e8f038b153e469e26a4580f8c6324206

Jaykishan Dani

હવે પહેલા જેવી મોજ નથી
શાંતિ બે દિ ની છે રોજ નથી

ઇશ્વર હોવા નો જેને સંશય છે
અંતરમાં જેમની ખોજ નથી

અસત્યના ટોળા જોવા મળે
સત્ય ને એવી કોઈ ફોજ નથી

ગંગા તટે જઈ પાપ ધોઇ લેવાના
ઘર આંગણમાં એવો હોજ નથી

કર્મની વાતો કથામાં સાંભળવાની
હૃદય પર કર્મનો કોઈ બોજ નથી

જયકિશન દાણી
૨૬-૦૯-૨૦૨૪

©Jaykishan Dani #sad_shayari
e8f038b153e469e26a4580f8c6324206

Jaykishan Dani

White આપવું નહીં માંગવું નહીં લપ નહીં
ધુત્કારવું નહીં ચાહવું નહીં લપ નહીં

બોલવું નહીં સાંભળવું નહીં લપ નહીં
ઓઢવું નહીં પાથરવું નહીં લપ નહીં

બને કે યાદ તડપાવે પણ સાચવી લેવું
ઊંઘવું નહીં જાગવું નહીં લપ નહીં

રાધા અને મીરા બની જીવતા શીખવું
છોડવું નહીં પામવું નહીં લપ નહીં

છેલ્લે તો મનની શાંતિ જ કામ આવશે
ભૂલવું નહીં વિચારવું નહીં લપ નહીં

ક્યારેય જાજુ અવઢવમાં રહેવું નહીં
ચિતરવું નહીં ભૂસવું નહીં લપ નહીં

જયકિશન દાણી
૨૫-૦૯-૨૦૨૪

©Jaykishan Dani લપ નહીં

લપ નહીં #શાયરી

e8f038b153e469e26a4580f8c6324206

Jaykishan Dani

White તમે જ્યારે ગઝલ વાંચી ત્યારે ગઝલમાં જાન આવી છે 
ગઝલ લયલીન રાખી ત્યારે ગઝલમાં જાન આવી છે

તમે જ્યારે  દાદ આપી ત્યારે ગઝલમાં જાન આવી છે
ગરજતી ગૂંજતી આવી ત્યારે ગઝલમાં જાન આવી છે

તમે એકએક પંક્તિ ચાખી, ત્યારે ગઝલમાં જાન આવી છે
તમે એક લટ બહાર રાખી, ત્યારે ગઝલમાં જાન આવી છે

તમે જ્યારે ગઝલ મઠારી, ત્યારે ગઝલમાં જાણ આવી છે
તમે જ્યારે લીલી ઝંડી આપી ત્યારે ગઝલમાં જાન આવી છે

શબ્દોને મૌનથી સજાવી ત્યારે ગઝલમાં જાન આવી છે 
ઢળની સાંજે ગઝલ વધાવી ત્યારે ગઝલમાં જાન આવી છે

જયકિશન દાણી
૨૪-૦૯-૨૦૨૪

©Jaykishan Dani ગઝલ માં જાન આવી

ગઝલ માં જાન આવી #શાયરી

e8f038b153e469e26a4580f8c6324206

Jaykishan Dani

White **** ચાલ ફરી જીવી લઈએ****

થોડું આઘું પાછું કરી લઈએ, ચાલ ફરી જીવી લઈએ
લાબું ટૂંકું કરી લઈએ, ચાલ ફરી જીવી લઈએ

એમ કંઈ થોડું ડૂબવાની બીકે ઝંપલાવવાનું છોડી દેવાય?
એકમેક ના સહારે તરી લઈએ, ચાલ ફરી જીવી લઈએ

કાલની રાહમાં શું કામ સમય વેડફવાનો? વિચારીએ
હાથમાં હાથ નાખી ફરી લઈએ, ચાલ ફરી જીવી લઈએ

આ તો જિંદગી છે ધાર્યુ થાય પણ ખરું ને ન પણ થાય
સાથે હસી લઈએ ને રડી લઈએ ચાલ ફરી જીવી લઈએ

જીવવા માટેનું એકાદ બહાનું શોધી શું, તો મળી જશે
ફરી બાળક બનીને રમી લઈએ, ચાલ ફરી જીવી લઈએ

જયકિશન દાણી
૨૪-૦૯-૨૦૨૪

©Jaykishan Dani ચાલ ફરી જીવી લઈએ

ચાલ ફરી જીવી લઈએ #શાયરી

loader
Home
Explore
Events
Notification
Profile