Nojoto: Largest Storytelling Platform

છોકરી "અલ્લડ" - "અડીયલ" પણ "અડગ" છે તું "ચાલાક" -

છોકરી
"અલ્લડ" - "અડીયલ" પણ "અડગ" છે તું
"ચાલાક" - "ચબરાક" પણ "ચંચળ" છે તું

"નખરાળી" - "નટખટ" પણ "નિખાલસ" છે તું
ઉંમરે "જવાન" પણ મન થી તો "બાળક" છે તું

"મીઠાબોલી" - "તીખાબોલી" પણ "આખાબોલી" છે તું
ચિડાય તો "ગાળ"  પણ હરખાય તો (ગળાનો) "હાર" છે તું

"બેરંગી" - "બેઢંગી" પણ
સાત રંગ પછીનો "આઠમો રંગ" છે તું
મળે છીછોરો તું "છીછરુ પાણી"  પણ
હોય જો સાહસ વીર તો "ઊંડું પાણી" છે તું








જોઈ તને મેં કર્યા ઘણા "અનુમાન" પણ
 મારા બધા અનુમાનને પાર છે તું
આજે કવિની "કલ્પના" છે તું
કે જાણે સાચેજ કોઈ "છોકરી" છે  તું

©kaipan
  #poem  #kaipan