Nojoto: Largest Storytelling Platform

આભે ઝલકતા તારલાથી સૂર્યના કિરણો ઝૂકી પડ્યા વાયરાઓ

આભે ઝલકતા તારલાથી
સૂર્યના કિરણો ઝૂકી પડ્યા

વાયરાઓ કેવા વહે છે
તોય ઝાડ સૂનમૂન ઊભા છે

નદીઓ થઈ ઘણી વિશાળ
પણ ક્યાં કિનારા મળે છે

આંગણામાં થોડું ઝાકળ આવ્યું
જાણે આકાશ આખું તૂટી પડ્યું

હરિયાળી તો ઘણીય છે
પણ ખુશહાલી ક્યાં ?

ક્યાં સુધી આમ કરગરું
ચલો નાની એવી એક કેડી કરું...

©Drashti Desai
  #faraway #poem #Life #Inspiration