Nojoto: Largest Storytelling Platform

ગઝલ- આપદા 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ લાજ તારે હાથ ઈશ્વર ગા

ગઝલ- આપદા
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
લાજ તારે હાથ ઈશ્વર ગામની,
આપદા આ પૂરની આવી પડી.

ઢોરઢાંખર ખેત આજે ના રહ્યું,
ના રહી બાકી અમારી ઝૂંપડી.

આટલા વર્ષોની મહેનત પર પ્રભુ,
કેમ ગયો તું આજ પાણી ફેરવી?

તું જીવન મૃત્યુથી સૌને તારતો,
કેમ તો આજે ન દીસે નાવડી?

બાલ બચ્ચા ક્યાં હવે લે આશરો?
આજ ગોવર્ધન જડે ના કાનજી.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
✍🏻 નિર્મલ રામોલિયા "દિલ સે" #disaster
ગઝલ- આપદા
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
લાજ તારે હાથ ઈશ્વર ગામની,
આપદા આ પૂરની આવી પડી.

ઢોરઢાંખર ખેત આજે ના રહ્યું,
ના રહી બાકી અમારી ઝૂંપડી.

આટલા વર્ષોની મહેનત પર પ્રભુ,
કેમ ગયો તું આજ પાણી ફેરવી?

તું જીવન મૃત્યુથી સૌને તારતો,
કેમ તો આજે ન દીસે નાવડી?

બાલ બચ્ચા ક્યાં હવે લે આશરો?
આજ ગોવર્ધન જડે ના કાનજી.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
✍🏻 નિર્મલ રામોલિયા "દિલ સે" #disaster